સાળી પાસે બનેવીએ રૂપિયા લઇ એફડી કરાવી, મજબૂરીનો ફાયદો ઉઠાવી આચર્યું દુષ્કર્મ


શહેરના વેજલપુર વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાળી અને બનેવીના સંબંધોને લજવી નાખે છે. બનેવીએ સાળી પાસેથી રૂપિયા લઇ તેની એફડી કરાવી હતી. સાળીએ પૈસા પરત માંગતા બનેવીએ તે રૂપિયા પરત આપ્યા ન હતા પણ સાળીની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સમગ્ર મામલે સાળીએ બનેવી સામે વેજલપુરમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

37 વર્ષની મહિલા તેના પરિવાર સાથે જીવરાજપાર્ક વિસ્તારમાં રહે છે. યુવતીની કુલ ચાર બહેનો એમ પરિવારમાં પાંચ દીકરીઓ છે. તમામ બહેનોના લગ્ન પણ થઇ ગયા છે. વર્ષ 2002માં યુવતીના પિતા નિવૃત્ત થતાં તેમણે બે લાખ રૂપિયા આવ્યા હતા. જે રૂપિયામાંથી પાંચેય બહેનોને 60 હજાર આપ્યા હતા. પણ આ મહિલાએ રૂપિયા લીધા ન હતા અને પોસ્ટ ઓફિસમાં જમા કરાવી દીધા હતા. પણ તેમનો બનેવી એલઆઇસીમાં નોકરી કરતો હોવાથી તે રૂપિયા એલઆઇસીમાં મૂકી વ્યાજ મળશે તેવી લાલચ આપી હતી. વર્ષ 2013થી લઇ આજદીન સુધી આ જમા કરેલા 70 હજાર રૂપિયા મહિલાને તેના બનેવીએ આપ્યા ન હતા. અવાર નવાર બનેવીએ ધમકીઓ આપી અને તેના પતિને છોડી મૂકવાની વાતો કરી હતી. જો એવું નહીં કરે તો તેની બાળકીને ઉઠાવી જશે તેવી ધમકીઓ આપી હતી.

Comments